બોટાદમાં મકાન ધરાશાયી થતા, ફાયર વિભાગની પ્રશંસનીય સાલ્વેજ કામગીરી
બોટાદ, 23 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ શહેરના અક્ષરવાડી-૨, ભાંભણ રોડ વિસ્તારમાં વિજયભાઈ મનજીભાઈ ગઢાદારાનું મકાન ધરાશાયી થવાની ઘટના બનતા બોટાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી
ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી


બોટાદ, 23 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ શહેરના અક્ષરવાડી-૨, ભાંભણ રોડ વિસ્તારમાં વિજયભાઈ મનજીભાઈ ગઢાદારાનું મકાન ધરાશાયી થવાની ઘટના બનતા બોટાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રાહત-બચાવ તથા સાલ્વેજ કામગીરી હાથ ધરી હતી.

કામગીરી દરમિયાન સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી સૌપ્રથમ મકાનની વીજલાઈન બંધ કરાવવામાં આવી હતી. તેમજ ગેસ કનેક્શનને સાવધાનીપૂર્વક અલગ કરી સુરક્ષિત કરવામાં આવ્યું હતું. શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ અથવા અન્ય કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.

મકાન ધરાશાયી થતાં ઘરવખરીનો મોટો જથ્થો કાટમાળ નીચે દટાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે કાળજીપૂર્વક કાટમાળ હટાવી ઘરવખરી તથા અન્ય કિંમતી સામાનને વધુ નુકસાન ન થાય તે રીતે બહાર કાઢ્યો હતો. સોનાની કિંમતી વસ્તુઓ સહિતની નાની-મોટી ઘરવખરી સલામત રીતે બહાર કાઢી પરિવારને સોંપવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અસરગ્રસ્ત પરિવારને જરૂરી સહાય પૂરી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ફાયર વિભાગના અધિકારી કુલદીપસિંહ એમ. ડોડિયાએ પરિવારને હિંમત આપી મુશ્કેલીની ઘડીએ શક્ય તમામ સહાય કરવાની ખાતરી આપી હતી.

સાલ્વેજ કામગીરીમાં હરજીવનભાઈ, ચિરાગભાઈ, મહેન્દ્રભાઈ, સહદેવભાઈ, રાજુભાઈ અને નિલેશભાઈ સહિતની ફાયર ટીમ જોડાઈ હતી. ફાયર વિભાગની કામગીરી બદલ પરિવાર અને સ્થાનિક રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande