
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલિટેશન કમિટી (DLFC)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં ઉદ્યોગો અને રોકાણકારોને લગતી વિવિધ મંજૂરીઓ, અરજીઓ તથા સંબંધિત કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન વિવિધ જરૂરિયાતો માટેની નવી તથા રિન્યુઅલ અરજીઓ, પેન્ડિંગ અરજીઓ અને નિકાલ કરવામાં આવેલી અરજીઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત બોઇલર સહિત ઉદ્યોગોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, સંયુક્ત ઉદ્યોગ કમિશનર ડી.આર. પરમાર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya