
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)રાણાવાવ પોલીસે મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.10,070 રોકડા તથા 52 ગંજીપત્તા મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો.રાણાવાવ પોલીસ સ્ટેશનના PI બી.જી. ડાંગરની સૂચનાથી PSI આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ અને જયમલ સામતભાઈને મળેલી બાતમીના આધારે મફતીયાપરા નગરપાલિકાના બગીચા પાસે જાહેર સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન, રાહુલ ભરતભાઈ વારદોરીયા, પ્યારૂ બચુભાઈ પરમાર, અજય છગનભાઈ દશનામી, અને ઉમેશ રાજુભાઈ કુશવાહા ને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 10,070 રોકડા અને 52 ગંજીપત્તા કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya