શ્રાવણ સુદ દશમે સોમનાથ મહાદેવને વિશેષ શ્રી હનુમંત દર્શન
ગીર સોમનાથ, 23 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણ સુદ દશમે સોમનાથ મહાદેવને વિશેષ શ્રી હનુમંત દર્શન શૃંગાર કરવામા આવ્યો હતો. ૧૦૧ કિલો વિવિધ પુષ્પો અને બિલીપત્રો દ્વારા સોમનાથ મહાદેવ સમક્ષ હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ રચાઈ. ભગવાન શિવના રુદ્રાવતાર, ભક્તશિરોમણી તથ
શ્રાવણ સુદ દશમે  સોમનાથ મહાદેવને


ગીર સોમનાથ, 23 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણ સુદ દશમે સોમનાથ મહાદેવને વિશેષ શ્રી હનુમંત દર્શન શૃંગાર કરવામા આવ્યો હતો. ૧૦૧ કિલો વિવિધ પુષ્પો અને બિલીપત્રો દ્વારા સોમનાથ મહાદેવ સમક્ષ હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ રચાઈ.

ભગવાન શિવના રુદ્રાવતાર, ભક્તશિરોમણી તથા શક્તિ અને ભક્તિના પ્રતીક એવા શ્રી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ દાદાને ૧૦૧ કિલોગ્રામ વિવિધ પુષ્પો જેવાં કે ગુલાબ, પર્પલ સેવંતી, આસોપાલવ અને કેસરી ગલગોટાથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેમાં વિશેષ રૂપે ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પો દ્વારા શ્રી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

હરિ અને હરના દિવ્ય સંબંધનું સર્વોચ્ચ સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ પ્રત્યે શ્રી હનુમાનજીનું દાસત્વ અને તેમની અનન્ય અખંડ ભક્તિ.

ભગવાન હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત અને મહાદેવના રુદ્રાવતાર તરીકે પૂજાય છે. આ પાવન શૃંગાર એ સંદેશ આપે છે કે 'હરિ' અને 'હર'માં કોઈ ભેદ નથી. શ્રી સોમનાથ મહાદેવ અને હનુમાનજીના આ અદ્ભુત ઐક્ય દર્શનથી શ્રદ્ધાળુઓનું અંતઃકરણ ભાવવિભોર બન્યું હતું.

સમસ્ત ભક્તજનોએ ભગવાન સોમનાથ અને હનુમાનજીના દિવ્ય દર્શન કરી જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને નિઃસ્વાર્થ ભક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande