રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો બે દિવસીય સુરત પ્રવાસ
સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.)-ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તા. 24 અને 25 ઓગસ્ટ, 2026 દરમિયાન સુરત શહેર અને જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, ખેડૂતો સાથે સંવાદ તથા
राज्यपाल आचार्य देवव्रत जी


સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.)-ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તા. 24 અને 25 ઓગસ્ટ, 2026 દરમિયાન સુરત શહેર અને જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ઉપરાંત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, ખેડૂતો સાથે સંવાદ તથા વિવિધ લોકસંપર્ક કાર્યક્રમોમાં સહભાગી થશે. રાજ્યપાલ બારડોલી તાલુકાના ટીંબરવા ગામ સહિત આસપાસના વિસ્તારોની પણ મુલાકાત લેશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તા. 24ઓગસ્ટે સવારે 11:30 વાગ્યે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૯મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે બારડોલી તાલુકાના ટીંબરવા ગામ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરશે. સાંજે 6:55થી 7:15 વાગ્યા સુધી ટીંબરવા ગામમાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થશે. રાત્રે 8વાગ્યે ગામમાં રાત્રિ ભોજન બાદ રાત્રે 8:35થી 9:40 વાગ્યા સુધી સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ અને રાત્રિ સભા યોજાશે. રાજ્યપાલ ટીંબરવા પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કરશે.

પ્રવાસના બીજા દિવસે તા. 25ઓગસ્ટે સવારે 5:45થી 6:45 વાગ્યા સુધી ટીંબરવા પ્રાથમિક શાળા ખાતે યોગ સત્રમાં સહભાગી થશે. ત્યારબાદ સવારે 7:05થી 8:20 વાગ્યા સુધી રાજપુરાલુંભા ખાતે રાકેશભાઈ બાબુભાઈ પટેલના પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લેશે. અહીં તેઓ ગૌ-દોહન નિહાળશે તેમજ 50થી 60જેટલા સ્થાનિક ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે સીધો સંવાદ કરશે.

ત્યારબાદ સવારે 10:00થી 11:40 વાગ્યા સુધી સાંકરી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતી સેમિનાર અને પ્રદર્શનના મુખ્ય મંચ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી ઉપસ્થિત રહેશે.

રાજ્યપાલના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવાનો, પર્યાવરણ સંરક્ષણને લોકભાગીદારી સાથે જોડવાનો તથા પ્રાકૃતિક ખેતીના સફળ મોડેલોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande