પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક ભરતીમેળા યોજાયો.
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા કે.બી. તાજાવાલા સ્કૂલ, વાડિયા પેટ્રોલ પંપ સામે, હાર્મની ફુવારા પાસે, એમ.જી. રોડ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કર
પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક ભરતીમેળા યોજાયો.


પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક ભરતીમેળા યોજાયો.


પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક ભરતીમેળા યોજાયો.


પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા કે.બી. તાજાવાલા સ્કૂલ, વાડિયા પેટ્રોલ પંપ સામે, હાર્મની ફુવારા પાસે, એમ.જી. રોડ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરતીમેળા માટે પોરબંદર જિલ્લાના 1000 થી વધુ ઉમેદવારોને ઈ-મેલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 54 ઉમેદવારો ભરતીમેળામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતાઓ કૈલાશનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ., અમરસાગર સી ફૂડ્સ/અમર ફૂડ પ્રોડક્ટ્સ/અમર એક્વાટીક, સોનલકૃપા ફાયર એન્ડ સેફ્ટી, સેફલોક ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી સર્વિસ, કે.બી. તાજાવાલા સ્કૂલ તથા સુરેન્દ્રનગરના એવરેસ્ટ સ્ટાર્ચ ઈન્ડિયા પ્રા. લિ.ના પ્રતિનિધિઓ/મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.

નોકરીદાતાઓના પ્રતિનિધિઓ દ્વારા તેમના એકમો અને સંસ્થાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, જોબ પ્રોફાઈલ, લાયકાત તથા અન્ય જરૂરી વિગતો અંગે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોની ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને આવડતના આધારે ઉપસ્થિત 54 ઉમેદવારોમાંથી કુલ 28 રોજગારવાંચ્છુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને આગામી તબક્કાના બીજા રાઉન્ડની ઈન્ટરવ્યુ પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.

આ ભરતીમેળા દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને, સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા તેમજ નોકરીદાતાઓને યોગ્ય માનવબળ મેળવવા માટે એક ઉપયોગી મંચ પૂરો પાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande