જામનગર જિલ્લામાં ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ હેઠળ 15 થી 60 વયજૂથના નિરક્ષરોને અક્ષરજ્ઞાન અપાશે
જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાનો સાક્ષરતા દર ઊંચો લાવવા અને જિલ્લામાંથી નિરક્ષરતા સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના “નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ” અંતર્ગત વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ૧૫ થી ૬૦ વર્ષની વયજૂ
નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ


જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાનો સાક્ષરતા દર ઊંચો લાવવા અને જિલ્લામાંથી નિરક્ષરતા સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના “નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ” અંતર્ગત વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ૧૫ થી ૬૦ વર્ષની વયજૂથના નિરક્ષર નાગરિકોને વાંચન, લેખન અને પાયાના ગણન ઉપરાંત દૈનિક વ્યવહારિક જીવનમાં ઉપયોગી થાય તેવા કૌશલ્યવર્ધક જ્ઞાનથી માહિતગાર કરવામાં આવશે.

આ કાર્યક્રમના સુચારુ અમલીકરણ અને તેને વધુ વેગવંત બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી નિશાના પરામર્શ હેઠળ ‘જામનગર જિલ્લા સાક્ષરતા મિશન સત્તામંડળ’ની કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને જામનગર જિલ્લાના ૧૫ થી ૬૦ વયજૂથના તમામ નિરક્ષરોનો સચોટ સર્વે હાથ ધરી તેમની સમયસર નોંધણી પૂર્ણ કરવા માટે દિશા-નિર્દેશો સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સી.એમ.મહેતા, જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપા, ડાયટના પ્રતિનિધિ દીપેશ આસોદડીયા ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande