
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) બ્રહ્માકુમારીઝ, મહેસાણા તથા સમાજ સેવા પ્રભાગ (RERF) દ્વારા પરમ પૂજ્ય રાજયોગિની દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે “વિશ્વ બંધુત્વ રક્તદાન મહાઅભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને સામાજિક કલ્યાણના ઉદ્દેશ સાથે યોજાયેલા આ રક્તદાન અભિયાનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ પ્રસંગે રક્તદાનના મહત્વ અંગે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આયોજકો દ્વારા કરવામાં આવી રહેલી સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી હતી.
રક્તદાનને મહાદાન ગણાવી સમાજમાં માનવતા અને પરસ્પર સહકારની ભાવના મજબૂત કરવા માટે આવા અભિયાનો મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. દાદી પ્રકાશમણીજીના વિશ્વ બંધુત્વ અને માનવ સેવાના સંદેશને આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ અભિયાનમાં રક્તદાતાઓએ નિઃસ્વાર્થ ભાવનાથી રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
આ પ્રસંગે આયોજક સંસ્થા દ્વારા રક્તદાતાઓ અને સેવાભાવી કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. માનવજીવન બચાવવામાં રક્તદાનનું મહત્વ સમજાવી ભવિષ્યમાં પણ વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR