અંબાજીમાં જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં “આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન” વિષય પર માર્ગદર્શન
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના શ્રી ઉમિયાધામ અંબાજી ખાતે આયોજિત જિલ્લા પ્રશિક્ષણ વર્ગના 10મા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં સત્ર અધ્યક્ષ તરીકે જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોર તથા સત્ર વક્તા તરીકે મહેસાણા જિલ્લા પ્રભારી ડૉ. ભ
અંબાજીમાં જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં “આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન” વિષય પર માર્ગદર્શન


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના શ્રી ઉમિયાધામ અંબાજી ખાતે આયોજિત જિલ્લા પ્રશિક્ષણ વર્ગના 10મા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં સત્ર અધ્યક્ષ તરીકે જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોર તથા સત્ર વક્તા તરીકે મહેસાણા જિલ્લા પ્રભારી ડૉ. ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

પ્રશિક્ષણ વર્ગ દરમિયાન “આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સત્રમાં સંગઠનના કાર્યકરોને સૈદ્ધાંતિક વિચારધારા, સંગઠનના મૂળભૂત સિદ્ધાંતો તેમજ કાર્યપદ્ધતિ અંગે વિવિધ મુદ્દાઓની સમજ આપવામાં આવી હતી.

ડૉ. ભરતભાઈ ડાંગરે વિષયને સરળતાથી સમજાવી કાર્યકરોને સંગઠનના સિદ્ધાંતોને આત્મસાત કરી સમાજ અને રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિયપણે જોડાવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સત્ર દરમિયાન કાર્યકરો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે જાણકારી મેળવી હતી.

જિલ્લા પ્રશિક્ષણ વર્ગમાં યોજાયેલા આ સત્રનો હેતુ કાર્યકરોમાં વૈચારિક સ્પષ્ટતા અને સંગઠનાત્મક સમજ વિકસાવવાનો રહ્યો હતો. સત્રના અંતે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ પ્રશિક્ષણ વર્ગને ઉપયોગી ગણાવી સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande