મહેસાણામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમી વર્ગો શરૂ કરાશે
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા વિસનગરના જલારામ મંદિર ખાતે શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ હતી. પ્રવિણરામ મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલી શિબિરમાં બી.સી. રાઠોડ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં સમાજના વિ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમી વર્ગો શરૂ કરાશે


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લા ઠાકોર કર્મચારી મંડળ દ્વારા વિસનગરના જલારામ મંદિર ખાતે શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ હતી. પ્રવિણરામ મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલી શિબિરમાં બી.સી. રાઠોડ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો અંગે ગહન ચિંતન-મંથન કરવામાં આવ્યું હતું.

ચર્ચાના અંતે સમાજના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળી રહે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમી વર્ગો શરૂ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ વર્ગો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી, માર્ગદર્શન અને જરૂરી શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો હેતુ છે.

કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહ એસ. ઠાકોરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મંડળના મહામંત્રી આર.બી. ઠાકોરે મંડળની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. અધ્યક્ષ દશરથજી જી. ઠાકોરે શિબિરના મુખ્ય ઉદ્દેશ્યો અને ભાવિ આયોજનો અંગે માહિતી આપી હતી.

અંતે ક્રુપાબેન ઠાકોરે ઉપસ્થિત મહાનુભાવો, કર્મચારીઓ અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શિબિરમાં સમાજના મોટી સંખ્યામાં કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande