નેત્રમ શાખાની ત્વરિત કામગીરીથી ગુમ થયેલું બેગ ગણતરીના કલાકોમાં પરત મળ્યું
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા પોલીસની નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) દ્વારા CCTV કેમેરાની મદદથી અરજદારનું રીક્ષામાં ભૂલાઈ ગયેલું બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરત કરવામાં આવ્યું હતું. બેગમાં અંદાજે રૂ.10,831ની કિંમતની કોસ્મેટિક વસ
નેત્રમ શાખાની ત્વરિત કામગીરીથી ગુમ થયેલું બેગ ગણતરીના કલાકોમાં પરત મળ્યું


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા પોલીસની નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) દ્વારા CCTV કેમેરાની મદદથી અરજદારનું રીક્ષામાં ભૂલાઈ ગયેલું બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરત કરવામાં આવ્યું હતું. બેગમાં અંદાજે રૂ.10,831ની કિંમતની કોસ્મેટિક વસ્તુઓ સહિતનો સામાન હતો.

મળતી માહિતી મુજબ, અહેમદરજા જાહીદહુસેન સૈયદ, રહે. એ-જયંતપાર્ક સોસાયટી, વિસનગર રોડ, મહેસાણા, 22 ઓગસ્ટના રોજ માનવ આશ્રમથી રાધનપુર સર્કલ જવા માટે રીક્ષામાં બેઠા હતા. તેમની પાસે કોસ્મેટિક વસ્તુઓ ભરેલું બેગ હતું, જે તેમણે રીક્ષાના પાછળના ભાગે મૂક્યું હતું. ઉતાવળમાં રીક્ષામાંથી ઉતરતી વખતે તેઓ બેગ લેવાનું ભૂલી ગયા હતા.

બેગની શોધખોળ કર્યા બાદ પણ તે ન મળતાં તેમણે નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ બનાવની વિગત મેળવી મહેસાણા શહેરના માહીતી ભવન, ઉમિયા મેડિકલ સહિતના CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન અરજદાર જે રીક્ષામાં બેઠા હતા તેનો નંબર GJ-01-TA-3107 હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ રીક્ષાના માલિકનો સંપર્ક કરી બેગ તથા તેમાં રહેલો કિંમતી સામાન મેળવી અરજદારને પરત કરવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરી બદલ અરજદારે આભાર વ્યક્ત કર્યો હતો.

આ કામગીરી PSI એચ.બી. સુથાર, અમરબેન અમરતભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ મોઘીબેન ગોવિદજી સહિતના સ્ટાફે કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande