બલાસરમાં જમીનમાં દાટેલા 78 પીપમાંથી દેશી દારૂનો વોશ ઝડપાયો, રૂ.3.90 લાખનો મુદ્દામાલ કબજે
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા એલસીબીની ટીમે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી બલાસર ગામના જવાનપુરામાંથી જમીનમાં દાટેલા 78 પીપમાંથી દેશી દારૂ ગાળવાનો 15,600 લીટર વોશ ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.3.90 લાખની કિં
બલાસરમાં જમીનમાં દાટેલા 78 પીપમાંથી દેશી દારૂનો વોશ ઝડપાયો, રૂ.3.90 લાખનો મુદ્દામાલ કબજે


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા એલસીબીની ટીમે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી બલાસર ગામના જવાનપુરામાંથી જમીનમાં દાટેલા 78 પીપમાંથી દેશી દારૂ ગાળવાનો 15,600 લીટર વોશ ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.3.90 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાથી એલસીબી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઇસમો પર નજર રાખવામાં આવી રહી હતી.

દરમિયાન 22 ઓગસ્ટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાને બાતમી મળી હતી કે, બલાસરના જવાનપુરામાં રહેતા ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજીએ પોતાના ઘરની પાછળના ભાગે જમીનમાં પીપ દાટી દેશી દારૂ બનાવવા માટે વોશ એકઠો કર્યો છે. બાતમીના આધારે PSI એસ.વી. પઢારિયા સહિતની એલસીબી ટીમે કડી પોલીસના સ્ટાફ અને પંચો સાથે સ્થળે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન જમીનમાં દાટેલા 78 પીપમાંથી કુલ 15,600 લીટર વોશ મળી આવ્યો હતો. પોલીસે વોશનો રૂ.3.90 લાખનો મુદ્દામાલ કબજે કરી ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજી વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(F) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande