મહેસાણાની તિરૂપતિ શુકન બંગ્લોઝમાં ઓવરલોડ ડમ્પરનું ટાયર ફાટતાં કાર-એક્ટિવાને નુકસાન
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણાની તિરૂપતિ શુકન બંગ્લોઝ સોસાયટીમાં મોડીરાત્રે ઓવરલોડ ડમ્પર ઘૂસી આવતાં અકસ્માત સર્જાયો હતો. સોસાયટીના સાંકડા રસ્તા પર વળાંક લેતી વખતે ડમ્પરનું ટાયર અચાનક ધડાકા સાથે ફાટ્યું હતું. જેના પગલે નજીકમાં પાર્ક કરેલી કાર અ
મહેસાણાની તિરૂપતિ શુકન બંગ્લોઝમાં ઓવરલોડ ડમ્પરનું ટાયર ફાટતાં કાર-એક્ટિવાને નુકસાન


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણાની તિરૂપતિ શુકન બંગ્લોઝ સોસાયટીમાં મોડીરાત્રે ઓવરલોડ ડમ્પર ઘૂસી આવતાં અકસ્માત સર્જાયો હતો. સોસાયટીના સાંકડા રસ્તા પર વળાંક લેતી વખતે ડમ્પરનું ટાયર અચાનક ધડાકા સાથે ફાટ્યું હતું. જેના પગલે નજીકમાં પાર્ક કરેલી કાર અને એક્ટિવાનને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ઘટના સમયે સોસાયટીના રસ્તા પર નાના બાળકો રમી રહ્યા હતા. જોકે સદનસીબે કોઈ બાળક ડમ્પરની અડફેટે ન આવતાં મોટી દુર્ઘટના ટળી હતી. સોસાયટીમાં રમતા બાળકોની સુરક્ષાને લઈને રહીશ ભરતકુમારે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

રહીશ મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામેથી ઓવરલોડ ડમ્પર આવતાં તેમણે પોતાની કાર સાઈડમાં ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ વળાંક પર અચાનક મોટો ધડાકો થયો હતો અને વાહનોને નુકસાન થયું હતું.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પર ચાલક ગફલતભરી રીતે ક્ષમતા કરતાં વધુ માલ ભરીને વાહન ચલાવી રહ્યો હતો. બનાવને પગલે રહીશોએ ડમ્પર માલિક અને ચાલકને સ્થળ પર બોલાવવાની માગ કરી છે. રહીશોએ જણાવ્યું હતું કે નુકસાનનું યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે તો ડમ્પર ચાલક અને માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande