વિસનગર-કમાણા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 20 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત
મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : વિસનગર-કમાણા રોડ પર શનિવારે રાત્રે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયો હતો. કામકાજ પતાવી પોતાના ગામ પરત ફરી રહેલા યુવકની બાઇકને સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી રિક્ષાએ ટક્કર મારી
વિસનગર-કમાણા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 20 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત


મહેસાણા, 23 ઓગસ્ટ (હિ.સ.) : વિસનગર-કમાણા રોડ પર શનિવારે રાત્રે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયો હતો. કામકાજ પતાવી પોતાના ગામ પરત ફરી રહેલા યુવકની બાઇકને સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી રિક્ષાએ ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવકને સારવાર માટે નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વિજાપુર તાલુકાના ડાભલા ગામના માતાવાળા વાસમાં રહેતા અશોકજી વિક્રમજી ઠાકોર (ઉંમર 20) શનિવારે બપોરે પોતાના મોટરસાઇકલ પર વિસનગર કામકાજ અર્થે આવ્યા હતા. રાત્રે કામ પતાવી તેઓ મોટરસાઇકલ પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.

દરમિયાન કમાણા ગામ નજીક પહોંચતા સામેથી પૂરઝડપે આવતી રિક્ષાએ તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના પગલે અશોકજી બાઇક સાથે રોડ પર પટકાયા હતા અને શરીરે ઇજાઓ પહોંચી હતી.

અકસ્મતમાં ઇજાગ્રસ્ત અશોકજીને પ્રથમ વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે અશોકજીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande