રાધનપુર-કંડલા હાઇવે પર ગંજબજાર સામે ટ્રેલરની ટક્કરે આધેડનું મોત, ચાલક ફરાર
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર-કંડલા હાઇવે પર ગંજબજાર સામે પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડતા ટ્રેલરે રસ્તો ક્રોસ કરી રહેલા કુંભાભાઈ મગનભાઈ ઠાકોરને ટક્કર મારી હતી. આ દરમિયાન ટ્રેલરે ઇકો ગાડી નંબર GJ-24-AA-1943ને પણ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્મ
રાધનપુર-કંડલા હાઇવે પર ગંજબજાર સામે ટ્રેલરની ટક્કરે આધેડનું મોત, ચાલક ફરાર


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર-કંડલા હાઇવે પર ગંજબજાર સામે પૂરઝડપે અને ગફલતભરી રીતે દોડતા ટ્રેલરે રસ્તો ક્રોસ કરી રહેલા કુંભાભાઈ મગનભાઈ ઠાકોરને ટક્કર મારી હતી. આ દરમિયાન ટ્રેલરે ઇકો ગાડી નંબર GJ-24-AA-1943ને પણ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

ગંભીર ઇજાગ્રસ્ત કુંભાભાઈ મગનભાઈ ઠાકોરને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન રાત્રે આશરે 9 વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર શામજીભાઈ કુંભાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે ટ્રેલર નંબર RJ-14-GP-5202ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1), 281, 324(2) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande