તિરંગાની શાન અને 140 કરોડ દેશવાસીઓના સપના જ, અવકાશમાં ભારતનો સંકલ્પ: વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે કહ્યું કે, તિરંગાની શાન અને 140 કરોડ દેશવાસીઓના સપના જ અવકાશમાં ભારતનો સંકલ્પ છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ એક્સ પર જારી એક વીડિયોમાં કહ્યું, મેં અયોધ્યામાં કહ્યું હ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે કહ્યું કે, તિરંગાની શાન અને 140 કરોડ દેશવાસીઓના સપના જ અવકાશમાં ભારતનો સંકલ્પ છે.

આ અવસરે વડાપ્રધાન મોદીએ એક્સ પર જારી એક વીડિયોમાં કહ્યું, મેં અયોધ્યામાં કહ્યું હતું કે, આ નવા યુગની શરૂઆત છે. આ નવા યુગના ક્ષેત્રમાં વૈશ્વિક વ્યવસ્થામાં ભારત પોતાનો અવકાશ સતત મોટો બનાવી રહ્યું છે. આપણે સૌએ મળીને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે અવકાશ ક્ષેત્રની ભૂમિકા ખૂબ મોટી છે. આજે આ જનરલ ઝેડ ઇજનેરો, જનરલ ઝેડ ડિઝાઇનરો અને જનરલ ઝેડ વૈજ્ઞાનિકો નવી નવી ટેકનોલોજી બનાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ‘પ્રોપલ્શન સિસ્ટમ’, ‘કમ્પોઝિટ મટિરિયલ’ કે સેટેલાઇટ પ્લેટફોર્મ હોય, ભારતનો યુવા આજે એવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યો છે જેની થોડા વર્ષો પહેલા કલ્પના પણ શક્ય નહોતી. ભારતનું ખાનગી અવકાશ પ્રતિભા સમગ્ર વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યું છે. આજે વૈશ્વિક રોકાણકારો માટે ભારતનું અવકાશ ક્ષેત્ર એક આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રોકેટનું કાઉન્ટડાઉન લાખો બાળકોને પ્રેરિત કરે છે. દરેક ઘરમાં કાગળના વિમાન ઉડાડનાર જે એરોનોટિકલ ઇજનેર છે, તે મોટો થઈને તમારા જેવો ઇજનેર બનવા માંગે છે, વૈજ્ઞાનિક બનવા માંગે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande