પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી.
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજકોસ્ટ અને પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં 3 જિલ્લાના 9 તાલુકાની 17 શાળાઓના 70 જેટલા વિદ્યાર્થીઓ સહિત કુલ 2
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી.


પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી.


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજકોસ્ટ અને પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં 3 જિલ્લાના 9 તાલુકાની 17 શાળાઓના 70 જેટલા વિદ્યાર્થીઓ સહિત કુલ 250 લોકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં અવકાશ વિજ્ઞાન અંગે ઇન્ટરેક્ટિવ સેશન્સ, અવકાશ પ્રદર્શનો અને ડૉ. વિક્રમ સારાભાઈના જીવન-યોગદાન પર આધારિત ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરાયું હતું. નિવૃત્ત એસોસિયેટ પ્રોફેસર અશોક એન. પટેલ અને નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક મહેશ પટેલે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઉજવણી અંતર્ગત સ્પેસ ક્વિઝ યોજાઈ હતી, જેમાં હેતાંશી પ્રજાપતિ પ્રથમ, શિવ ભટ્ટ દ્વિતીય અને દિવાકર ચૌધરી તૃતીય રહ્યા હતા. વિજેતાઓને સાયન્સ સિટી, અમદાવાદની મુલાકાત માટે કૂપન તથા પ્રમાણપત્રો અપાયા હતા. મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande