
- સામાજિક મુદ્દાઓ પર મંથન
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરમાં પાટીદાર એકતા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 16 ગામના પાટીદાર આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સમાજ સંગઠનને વધુ મજબૂત બનાવવા, શિક્ષણ ક્ષેત્રે વિકાસ સાધવા તથા સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ભાગેડુ લગ્ન પ્રથાને કારણે માતા-પિતા અને સમાજ સામે ઊભા થતા પ્રશ્નો અંગે પણ ગંભીર વિચાર-વિમર્શ કરાયો હતો.
બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયોનું સમર્થન કરી સમાજની એકતા અને સંગઠન વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શિસ્તબદ્ધ વાતાવરણમાં બેઠક પૂર્ણ થયા બાદ સૌએ સાથે ભોજન લીધું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ