



પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.)સાંતલપુરના રણમલપુરા-વૌવા રોડ પર K.B.C. કેનાલનું ચાલી રહેલું કામ વિવાદમાં આવ્યું છે. રણમલપુરા ગામના સરપંચે કેનાલની કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો કરી યોગ્ય તપાસની માંગ કરી છે.
સરપંચના જણાવ્યા મુજબ કેનાલના કામમાં યોગ્ય લેવલિંગ કરવામાં આવતું નથી તેમજ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાતું હોવાના આક્ષેપો છે. ઉપરાંત, કામના સ્થળે જરૂરી સલામતી વ્યવસ્થાનો અભાવ હોવાનો અને કામગીરી આડેધડ રીતે ચાલી રહી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
કેનાલનું કામ અર્બુદા એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરપંચે સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળ તપાસ કરી કામગીરીની ગુણવત્તા ચકાસવાની માંગ કરી છે. જોકે, સત્તાવાર તપાસ બાદ જ આ આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે. અર્બુદા એજન્સી અથવા સંબંધિત તંત્રનો પક્ષ મળ્યા બાદ તેને પણ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ