સિદ્ધપુર તાલુકાના મૂડાણા ગામે સિદ્ધપુર કુરેશી યંગ કમિટી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિદ્ધપુરની ટીમ ચેમ્પિયન
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના મૂડાણા ગામે સિદ્ધપુર કુરેશી યંગ કમિટી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિદ્ધપુરની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. ફાઇનલ મુકાબલામાં સિદ્ધપુરની ટીમે પાલનપુરની ટીમને હરાવી વ
સિદ્ધપુર તાલુકાના મૂડાણા ગામે સિદ્ધપુર કુરેશી યંગ કમિટી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિદ્ધપુરની ટીમ ચેમ્પિયન.


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના મૂડાણા ગામે સિદ્ધપુર કુરેશી યંગ કમિટી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિદ્ધપુરની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. ફાઇનલ મુકાબલામાં સિદ્ધપુરની ટીમે પાલનપુરની ટીમને હરાવી વિજય મેળવ્યો હતો.

આ ટુર્નામેન્ટમાં સિદ્ધપુર, પાલનપુર અને મહેસાણા કુરેશી જમાતની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ વચ્ચે રોમાંચક અને સ્પર્ધાત્મક મુકાબલાઓ જોવા મળ્યા હતા. અંતિમ મેચમાં સિદ્ધપુરની ટીમે સર્વાંગી પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો.

સમાપન સમારોહમાં રાશીદભાઈ કુરેશી, હાજી હુસેનભાઈ કુરેશી, યુસુફભાઈ કુરેશી અને ઇસ્માઇલભાઈ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને સફળ આયોજન બદલ આયોજક કમિટીને અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande