
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)રાણાવાવ પોલીસે બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી 800 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.22,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ PI બી.જી. ડાંગરની સૂચનાથી રાણાવાવ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.PSI આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફ બરડા ડુંગર-જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે બરડા ડુંગરના દાતણીયાનેશ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં રાજા સદાભાઈ ગુરગુટીયા, રહે. આદિત્યાણા ગામ,નવાપરા, તા. રાણાવાવની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી 800 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.22,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ને હોવાથી તેની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya