ગઢડાની કન્યા વિદ્યાલયમાં ‘ત્રિવેણી ગૌરવ પર્વ’ યોજાયો
બોટાદ, 23 ઓગસ્ટ (હિ.સ.)ગઢડા કેળવણી સમાજ સંચાલિત શ્રીમતી કં.ર. વિ.ગો. કન્યા વિદ્યાલય, ગઢડા (સ્વા.) ખાતે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા, નિવૃત્ત કર્મચારીશ્રીને વિદાય આપવા તેમજ દાતાશ્રીના સન્માનને આવરી લેતા ‘ત્રિવેણી ગૌરવ પર્વ’નું ભવ્ય આયોજ
કાર્યક્રમમાં વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા


બોટાદ, 23 ઓગસ્ટ (હિ.સ.)ગઢડા કેળવણી સમાજ સંચાલિત શ્રીમતી કં.ર. વિ.ગો. કન્યા વિદ્યાલય, ગઢડા (સ્વા.) ખાતે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા, નિવૃત્ત કર્મચારીશ્રીને વિદાય આપવા તેમજ દાતાશ્રીના સન્માનને આવરી લેતા ‘ત્રિવેણી ગૌરવ પર્વ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માર્ચ-2026ની ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓ ડાભી ધામી દીપકભાઈ, પીપળીયા નિધિ, બારડ આરાધ્યા રણજીતભાઈ, તલસાણીયા માધવી ગણેશભાઈ તથા ગોહેલ ખુશીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર મકવાણા કૃપાલી જયંતીભાઈને વિશિષ્ટ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય પરીક્ષામાં જવલંત સફળતા મેળવનાર તથા સમગ્ર વર્ષ દરમિયાન સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનાર કલાવંત વિદ્યાર્થીઓનું પણ અભિનંદન અને સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત શાળામાં સેવક તરીકે ફરજ બજાવનાર કર્મચારી ચેતનાબેન જોષીનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ શાળાને 4000 લીટર ક્ષમતાનો RO પ્લાન્ટ તથા વોટર કુલર, ભેટ આપનાર દાતા ઈરફાનભાઈ ખીમાણી અને પરિવારનું શાળા પરિવાર દ્વારા હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગઢડા કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર, ગઢડા નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઈ ખાચર સહિતના મહાનુભાવો, દાતાશ્રીઓ તથા સમગ્ર શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande