રાહુલ ગાંધી અન્ય ધાર્મિક ગ્રંથો પર, બોલવાથી ડરે છે: વિનોદ બંસલ
નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે રવિવારે કહ્યું કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી માટે હિન્દુના ગ્રંથો પર ભાવાર્થ સમજ્યા વિના બોલવું સરળ છે, પરંતુ તેઓ કુરાન, બાઇબલ અને અન્ય અબ્રાહમિ
નસલ


નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે રવિવારે કહ્યું કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી માટે હિન્દુના ગ્રંથો પર ભાવાર્થ સમજ્યા વિના બોલવું સરળ છે, પરંતુ તેઓ કુરાન, બાઇબલ અને અન્ય અબ્રાહમિક પુસ્તકો પર બોલવામાં ડરે છે.

વિહિપ નેતા બંસલે એક્સ પર લખ્યું, રાહુલ ગાંધી માટે સમજ્યા વિના મનુસ્મૃતિના એક શ્લોકને પસંદ કરીને હિન્દુ સમાજને કટઘરામાં ઊભો કરવો ખૂબ જ સરળ છે. પરંતુ આટલી જ ખુલ્લેઆમ અને હિંમત સાથે કુરાન, બાઇબલ અને અન્ય અબ્રાહમિક પુસ્તકોમાં મહિલાઓના સંદર્ભમાં કહેવાયેલી વાતોને પણ સાર્વજનિક રૂપે કહી શકશે!

તેમણે કહ્યું કે, પસંદગીના અવતરણો અને તેમના વિકૃત અર્થોથી દૂષિત રાજનીતિ તો થઈ શકે છે, પરંતુ સત્ય સામે આવતું નથી. શું તમને ખબર છે કે, “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ.” પણ મનુસ્મૃતિનો જ શ્લોક છે. તેથી રાહુલ, પહેલા આખો ગ્રંથ વાંચો, સંતો અને વ્યાખ્યાકારોના ચરણોમાં બેસો, પછી હિન્દુ સમાજને પ્રમાણપત્રો વહેંચો. પરંતુ, તે પહેલાં દેશના યુવાનોના શુદ્ધ મનમાં પોતાની અશુદ્ધ માનસિકતાનું ઝેર નઘોળો. મહિલાઓના સન્માન અને ગરિમાની વાત ભારતને તમારી પાસેથી શીખવાની જરૂર નથી. અહીંની નારી શક્તિ આપણી સભ્યતાની ઓળખ રહી છે. તેને રાજકીય ભાષણો માટે મનુસ્મૃતિ વિરુદ્ધ સંવિધાનની લડાઈમાં બદલવું ઇતિહાસ અને સંસ્કૃતિ - બંને સાથે અન્યાય છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ‘છાત્રો કી ગૂંજ’ નામથી એક અભિયાન ચલાવી રહ્યા છે. આ અંતર્ગત તેઓ અલગ-અલગ યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ જ કડીને આગળ વધારતા તેમણે, શનિવારે મહારાષ્ટ્રના શહેર પુણેમાં મહિલાઓને સંબોધિત કરતી વખતે મનુસ્મૃતિના એક શ્લોકનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે, મનુસ્મૃતિમાં મહિલાને ક્યારેય સ્વતંત્ર ન થવાની વાત કહેવામાં આવી છે. આ જ વાત પર કેટલાક લોકો તેમની આ વાતનો વિરોધ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande