ગ્રામ સેવક દ્વારા, ખેતીવાડી વિભાગની યોજનાઓની ચકાસણી
બોટાદ, 23 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતાર્થે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અને તેના લાભો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગ્રામ્ય સ્તરે ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગ્રામ સેવક દ્વારા ગ
ગ્રામ સેવક દ્વારા કરવામાં આવેલ ચકાસણી


બોટાદ, 23 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતાર્થે અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અને તેના લાભો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગ્રામ્ય સ્તરે ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગ્રામ સેવક દ્વારા ગામ વિસ્તારમાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાકીય ઘટકોની ચકાસણી કરવામાં આવી હતી.

ચકાસણી દરમિયાન ખેડૂતો દ્વારા કરવામાં આવેલી અરજીઓ, યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા તેમજ યોજનાના અમલીકરણ અંગે જરૂરી વિગતોની તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે લાભાર્થી ખેડૂતોને મળેલા સાધનો, સહાય અથવા અન્ય યોજનાકીય લાભનો વાસ્તવિક ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી હતી.ગ્રામ સેવક દ્વારા ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંગે, માહિતી આપવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેતીમાં આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ વધે અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય તે હેતુથી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓનો મહત્તમ લાભ ખેડૂતો મેળવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande