
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના શહીદચોક વિસ્તારમાં પાનના ગલ્લે નજીવી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. મળતી ફરિયાદ મુજબ મીલન ઉર્ફે મુન્નો માવજીભાઈ કોટીયા અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન આરોપીએ ફરિયાદીને ગાળો આપતા તેણે ગાળો બોલવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા આરોપીએ રોડની સાઈડમાં પડેલો પથ્થર ઉઠાવી ફરિયાદી પર છુટ્ટો ઘા કર્યો હતો.
હુમલા બાદ આરોપીએ સોડાની કાચની બોટલ તોડી ફરિયાદીના માથામાં મારતાં ઈજા પહોંચી હતી. તેમજ અંગૂઠા પર બચકું ભરી ઈજા કર્યાનો પણ આક્ષેપ છે. દરમિયાન ફરિયાદીને છોડાવવા વચ્ચે પડેલા ગૌતમ કાનજીને પણ હાથની આંગળીઓ પર ઈજા થઈ હતી. ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya