જૂનાગઢ જિલ્લામાં થર્ડ પાર્ટી વીમાની ચુસ્ત અમલવારી માટે 1 સપ્ટેમ્બરથી એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરાશે
જુનાગઢ, 26 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ માર્ગ સલામતી માટે જરૂરી પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા છે. આ સાથે તેમણે જિલ્લામાં કાયદા મુજબ વાહનોનો થર્ડ પાર્ટી વીમાની ચુસ્ત મલવારી માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી છે. જે તા. 1લી સપ્ટેમ્
જૂનાગઢ જિલ્લામાં થર્ડ પાર્ટી વીમાની ચુસ્ત અમલવારી માટે 1 સપ્ટેમ્બરથી એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરાશે


જુનાગઢ, 26 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ માર્ગ સલામતી માટે જરૂરી પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા છે. આ સાથે તેમણે જિલ્લામાં કાયદા મુજબ વાહનોનો થર્ડ પાર્ટી વીમાની ચુસ્ત મલવારી માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવા સૂચના આપી છે. જે તા. 1લી સપ્ટેમ્બરથી સમગ્ર જિલ્લામાં પ્રારંભ થશે.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) અને પોલીસ વિભાગ દ્વારા વાહનો માટે ફરજિયાત માન્ય થર્ડ પાર્ટી વીમો ધરાવવાની જોગવાઈનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ સંયુક્ત રોડ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.

આ ડ્રાઇવનો મુખ્ય હેતુ મોટર વાહન અધિનિયમની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા ઉપરાંત રોડ સેફ્ટી, જવાબદાર વાહન વ્યવહાર અને અકસ્માતના ભોગ બનેલ થર્ડ પાર્ટીના હિતોનું રક્ષણ કરવાનો છે. માર્ગ અકસ્માતની પરિસ્થિતિમાં માન્ય થર્ડ પાર્ટી વીમો અકસ્માતમાં ઇજા, અપંગતા, મૃત્યુ અથવા મિલકતના નુકસાનનો ભોગ બનેલા થર્ડ પાર્ટીને કાયદા મુજબ વળતર મેળવવા માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.

માન્ય થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવવું કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આવા વાહનના અકસ્માતના કિસ્સામાં અકસ્માતગ્રસ્ત વ્યક્તિ તેમજ વાહન માલિકને ગંભીર નાણાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ સંયુક્ત ડ્રાઇવ દરમિયાન RTO અને પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ વાહનોની તપાસ કરવામાં આવશે. વાહનોના માન્ય થર્ડ પાર્ટી વીમા ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે. માન્ય વીમા વિના વાહન ચલાવતા હોવાનું જણાશે તો પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

તમામ વાહન માલિકો અને ચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના વાહનનો થર્ડ પાર્ટી વીમો માન્ય છે કે નહીં તેની અગાઉથી ચકાસણી કરી લે અને તમામ ફરજિયાત દસ્તાવેજો અદ્યતન રાખે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande