રાધનપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું
પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.) : રાધનપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. ઝુલુસમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા ઝુલુસ દરમિયાન સમગ્ર વિસ્તાર
રાધનપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું


રાધનપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું


પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.) : રાધનપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. ઝુલુસમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા ઝુલુસ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

ઈદ-એ-મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. ખાસ કરીને રાધનપુરની બજારમાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારાની સુંદર ઝલક જોવા મળી હતી. બંને સમુદાયો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેતા ઉજવણીમાં સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો.

શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-એ-મિલાદનો તહેવાર સંપન્ન થતાં સ્થાનિક લોકોમાં પણ આનંદ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાઈચારો અને કોમી એકતાનો સંદેશ પ્રસર્યો હતો. સ્થાનિકો દ્વારા પણ શાંતિપૂર્ણ ઉજવણીને આવકારવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande