વડનગરમાં 108 કલાકારોના ડમરુ નાદથી, ગુંજી ઉઠ્યું શ્રાવણોત્સવ
મહેસાણા, 26 ઓગસ્ટ, 2026 (હિ.સ.) ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણોત્સવ-2026’ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને રા
વડનગરમાં 108 કલાકારોના ડમરુ નાદથી ગુંજી ઉઠ્યું શ્રાવણોત્સવ


મહેસાણા, 26 ઓગસ્ટ, 2026 (હિ.સ.)

ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણોત્સવ-2026’ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ હતી. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી યાત્રાએ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું.

વહેલી સવારે નિલકંઠ મહાદેવ મંદિરથી શરૂ થયેલી ડમરુ યાત્રામાં 108 કલાકારોએ એકસાથે ડમરુ વગાડતાં શિવભક્તોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. યાત્રા સાકેત સોસાયટી, સરકારી લાયબ્રેરી, આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નગરપાલિકા રોડ અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

યાત્રા દરમિયાન સ્થાનિક નગરજનો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. 108 કલાકારોની ડમરુ પ્રસ્તુતિએ શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જ્યો હતો. યાત્રાના અંતે મંત્રીશ્રીઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી તેમજ શ્રદ્ધાળુઓને પ્રસાદ અને શિવ કીટનું વિતરણ કર્યું હતું.

ડમરુ યાત્રા બાદ મંત્રીશ્રીઓએ ટ્રાન્સપોર્ટેશન હબ-રેલવે સ્ટેશન, બી.એન. હાઈસ્કૂલ, ઝણઝણિયો કૂવો અને મ્યુઝિક મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. પ્રસંગે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ સહિત અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande