

પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.) : પાટણના નોરતા સ્થિત ગુજરાતના સૌથી મોટા પીપળવન (ઓક્સિજન પાર્ક) ખાતે રોટરી ક્લબ ઓફ ઊંઝા અને ઇનરવ્હીલ ક્લબ ઓફ ઊંઝા દ્વારા સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન 200થી વધુ દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં ક્લબના સભ્યોએ જંગલમાં પરિક્રમા કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. આર્યાવ્રત નિર્માણના પ્રમુખ અને પર્યાવરણવિદ નિલેશ રાજગોરે ક્લબની કામગીરીને બિરદાવી હતી.
વૃક્ષોના ઉછેર અને માવજત માટે રોટરી ક્લબ દ્વારા રૂ.11,000 અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા રૂ.8,100નું યોગદાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બંને ક્લબના પ્રમુખો, મંત્રીઓ, પ્રોજેક્ટ ચેરમેન સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ