ચાણસ્મા-મોઢેરા હાઇવે પર કારોડા ગામ નજીક 48 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, 5 પાડાના મોત
પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.) : ચાણસ્મા-મોઢેરા હાઇવે પર કારોડા ગામ નજીક જીવદયાપ્રેમીઓએ બાતમીના આધારે નંબર પ્લેટ વગરની ટાટા આઇશર ટ્રકને અટકાવી હતી. ટ્રક ઊભી રહેતા જ તેનો ચાલક અંધારાનો લાભ લઈને વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. ટ્રકની તપાસ કરતા લાકડાના પાટિયા મ
ચાણસ્મા-મોઢેરા હાઇવે પર કારોડા ગામ નજીક 48 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, 5 પાડાના મોત


ચાણસ્મા-મોઢેરા હાઇવે પર કારોડા ગામ નજીક 48 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, 5 પાડાના મોત


ચાણસ્મા-મોઢેરા હાઇવે પર કારોડા ગામ નજીક 48 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ, 5 પાડાના મોત


પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.) : ચાણસ્મા-મોઢેરા હાઇવે પર કારોડા ગામ નજીક જીવદયાપ્રેમીઓએ બાતમીના આધારે નંબર પ્લેટ વગરની ટાટા આઇશર ટ્રકને અટકાવી હતી. ટ્રક ઊભી રહેતા જ તેનો ચાલક અંધારાનો લાભ લઈને વાહન છોડીને ફરાર થઈ ગયો હતો.

ટ્રકની તપાસ કરતા લાકડાના પાટિયા મૂકીને બે ભાગ બનાવવામાં આવ્યા હતા અને તેમાં કુલ 48 પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. પશુઓના મોં અને પગ દોરડાથી બાંધેલા હોવાથી તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા.

પોલીસ હેલ્પલાઇન 112 પર જાણ કરાતા ચાણસ્મા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકને ચાણસ્મા પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવી હતી. અહીં ટ્રકમાંથી 47 પાડા અને 1 પાડી સહિત કુલ 48 પશુઓ મળી આવ્યા હતા.

પશુઓમાંથી 5 પાડા ગૂંગળામણ અને ક્રૂરતાના કારણે ટ્રકમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે બચેલા 43 પશુઓને પાંજરાપોળમાં આશ્રય આપવામાં આવ્યો છે અને ગંભીર રીતે ઘવાયેલા પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

ટ્રકમાંથી મળેલી આરસી બુકના આધારે વાહન અમદાવાદના સરફરાજખાન મહંમદખાન પઠાણના નામે હોવાનું સામે આવ્યું છે. ચાણસ્મા પોલીસે ફરાર ટ્રક ચાલક અને વાહનમાલિક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande