



પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં માર્ગ સલામતી અને જાહેર માર્ગોની સુવિધા જળવાઈ રહે તે હેતુસર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ગેરકાયદે દબાણ, અનધિકૃત પ્રવેશ તેમજ ડિવાઈડરના અનધિકૃત ગેપ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માધવપુરથી મિયાણી સુધીના NH-51 તથા પોરબંદરથી દાડુકા સુધીના NH-27 માર્ગ પર હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન ગેરકાયદે દબાણ અને અનધિકૃત પ્રવેશ બદલ કુલ 468 નોટિસો આપવામાં આવી હતી.
આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં 50 ગેરકાયદે દબાણો દૂર, 10 અનધિકૃત પ્રવેશ દૂર તેમજ ડિવાઈડરના10 અનધિકૃત ગેપ બંધ કરવામાં આવ્યા છે.આ સમગ્ર કામગીરીમાં પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર તથા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
NHAI દ્વારા જાહેર માર્ગો પર વાહનવ્યવહાર સુગમ રહે, માર્ગ સલામતીમાં વધારો થાય તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હદમાં ગેરકાયદે દબાણ અને અનધિકૃત પ્રવેશ ન થાય તે માટે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી અને આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya