
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામમાં જૂના મનદુઃખને લઇ વૃદ્ધ સાથે ગાળો-ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો તેમજ કારમાં તોડફોડ કરી નુકસાન
પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે 78 વર્ષીય નિવૃત્ત ગોગનભાઇ રામાભાઇ મોરીએ બિલેશ્વર ગામના રમેશ વેજાભાઇ મોરી સામે પોલીસ ફરિયાદ
નોંધાવી છે.
ફરિયાદ મુજબ ફરિયાદી તથા તેમના
પરિવારના સભ્યો આરોપી સાથે કોઇ વહેવાર રાખતા ન હોવાથી આરોપી આ બાબતનું મનદુઃખ રાખતો હતો. આ અદાવતના કારણે આરોપીએ ફરિયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી હતી. એટલું
જ નહીં, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત આરોપીએ વોટ્સએપમાં વોઇસ રેકોર્ડિંગ કરી ફરિયાદીની પ્રતિષ્ઠાને
હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર
ઘટનાક્રમ દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતા આરોપીએ ફરિયાદીની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, GJ-25-AA-9417 નંબરની ગાડીના આગળના કાચ, બોનેટ તેમજ જમણી બાજુના સાઇડ મિરરને લોખંડના પાઇપ
વડે તોડી નાખવામાં આવ્યા હતા. ગાડીમાં
તોડફોડના કારણે આશરે રૂ.10 હજારનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બનાવ બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક
કરતાંસમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા-2023નીકલમ 324(2), 356(2), 296(બી), 351(3) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા હથિયાર બંધીના
જાહેરનામાનો ભંગ થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો
છે.
પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya