



વડીલો સાથે આત્મીય મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા
રાખડી બાંધીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીને ઉજાગર કરવામાં આવી હતી
પોલીસ અને સમાજ વચ્ચેના લાગણીસભર સંબંધને વધુ મજબૂત બનાવતી પહેલ બની હતી
ભરૂચ 27 ઓગસ્ટ (હિ.સ.)
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભરૂચ રેલવે પોલીસે માત્ર ખાખીની ફરજ જ નહીં, પરંતુ માનવતાનો સંદેશ આપી સમાજ સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે વડીલો સાથે સમય વિતાવી તહેવારની ખુશીઓ વહેંચી હતી.
રક્ષાબંધનના પવિત્ર દિવસે ભરૂચ રેલવે પોલીસ દ્વારા એક અનોખી અને સંવેદનશીલ ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત રહેતી પોલીસે આ દિવસે વૃદ્ધાશ્રમના વડીલો વચ્ચે જઈને તહેવાર મનાવ્યો હતો.
ખાખીમાં માનવતા જોવા મળી ભરૂચ રેલવે પોલીસે પવિત્ર રક્ષાબંધને વડીલો સાથે તહેવાર મનાવ્યો હતો.
વડીલો સાથે હળવી વાતચીત કરી તેમની સંવેદનાઓ જાણી સુખ-દુઃખના ભાગીદાર બન્યા હતા.પોલીસ અને સમાજ વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત કરતી પહેલ લાગણીસભર સંબંધ બંધાયા હતા.
'ફરજ સાથે માનવતા પણ જરૂરી'ના સંદેશને પોલીસે સાર્થક કરી ઉમદા સંદેશ આપ્યો છે.
પોલીસ કર્મચારીઓએ વડીલો સાથે હળવી પળો વિતાવી, તેમની સાથે નિકટતાથી વાતચીત કરી હતી અને તેમના સુખ-દુઃખ સાંભળ્યા હતા. આ પ્રસંગે પોલીસે તમામ વડીલોને તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ રેલવે પોલીસની આ પહેલથી વડીલોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
આ ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રહેતા, પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત અને લાગણીસભર બનાવતી મહત્વપૂર્ણ પહેલ બની રહી છે. 'ફરજ સાથે માનવતા પણ એટલી જ જરૂરી છે' આ સંદેશને ભરૂચ રેલવે પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ