
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
નજીક દરિયામાં માછીમારી દરમિયાન બોટ માંથી દરિયામાં પડી જતાં મહા રાષ્ટ્રના 33 વર્ષીય માછીમારનું ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે નવીબંદર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અંગે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જાંબુ ગામના વતની રણજીત સુરેશવાથો (ઉ.વ.33) હાલ પોરબંદરમાં રામદૂત નામની ફિશિંગ બોટમાં રહી માછીમારીનું કામ કરતા હતા.રામદૂત ફિશિંગ બોટનું રજીસ્ટ્રેશનનંબર IND GJ-25-MM-2672 હોવાનું જાણવા મળ્યું છે.દરમિયાન બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી ત્યારે રણજીત કોઇ કારણસર બોટના પાછળના ભાગેથી દરિયામાં પડી ગયા હતા. પાણીમાં પડ્યા બાદ તેઓ દરિયામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં બોટમાં સવાર અન્ય માછીમારો દ્વારા તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જો કે દરિયામાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નવીબંદર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya