દેઉસણામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ, રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે
મહેસાણા, 27 ઑગસ્ટ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં દેઉસણા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 4400 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ અને 1
દેઉસણામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઈ, રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે


મહેસાણા, 27 ઑગસ્ટ (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં દેઉસણા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી 4400 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ અને 10 લીટર દેશી દારૂ મળી કુલ રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ની સૂચના આધારે LCB દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને બાતમી મળી હતી કે દેઉસણા ગામનો વિરમજી ઉર્ફે અપ્પુ લાલાજી ઠાકોર ગામની સીમમાં દેઉસણાથી જાદવપુરા ચોકડી તરફ જતા રસ્તા નજીક માઇનોર કેનાલ પાસે તળાવના કિનારે બાવળની ઝાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે. બાતમીના આધારે PSI એ.ડી. કાકરેચા અને સ્ટાફે પંચો સાથે સ્થળ પર રેડ કરી હતી.

રેડ દરમિયાન દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. સ્થળ પરથી 200 લીટર ક્ષમતાના 23 પ્લાસ્ટિકના પીપ તેમજ દારૂ ગાળવાના સાધનો મળી આવ્યા હતા. વોશ અને અન્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોપી સ્થળ પર હાજર ન મળતાં તેની વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં PSI એ.ડી. કાકરેચા સહિત LCBના ASI પિયુષકુમાર નગીનભાઈ, ASI વિજયસિંહ નેયરસિંહ તથા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande