સુરતમાં ફૂડ સેફ્ટી માટે મનપાની કડક કાર્યવાહી, હોટેલો અને લારીઓ માટે નવા નિયમો અમલમાં
સુરત, 27 ઓગસ્ટ (હિ.સ.): સુરત શહેરમાં 15 ઓગસ્ટ, 2026ના રોજ ફૂડ પોઇઝનિંગની દુઃખદ ઘટનામાં ચાર વર્ષની બાળકીના મોત બાદ સુરત મહાનગરપાલિકાનું ફૂડ એન્ડ હેલ્થ વિભાગ સખત એક્શન મોડમાં આવી ગયું છે. શહેરભરમાં છેલ્લા કેટલાક દિવસોથી હોટેલો, રેસ્ટોરન્ટો, ધાબાઓ અને
Municipal Corporation takes strict action


સુરત, 27 ઓગસ્ટ (હિ.સ.): સુરત શહેરમાં 15 ઓગસ્ટ, 2026ના રોજ ફૂડ પોઇઝનિંગની દુઃખદ ઘટનામાં ચાર વર્ષની બાળકીના મોત બાદ સુરત મહાનગરપાલિકાનું ફૂડ એન્ડ હેલ્થ વિભાગ સખત એક્શન મોડમાં આવી ગયું છે. શહેરભરમાં છેલ્લા કેટલાક દિવસોથી હોટેલો, રેસ્ટોરન્ટો, ધાબાઓ અને ખાણીપીણીની લારીઓ પર સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ પાલિકાએ આપ્યો છે.

ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મનપાએ ‘સ્વચ્છતા રથ’ મારફતે તમામ ફૂડ વ્યવસાયિકોને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ખાદ્યપદાર્થો તૈયાર કરતા અથવા પીરસતા તમામ કર્મચારીઓ માટે એપ્રન, હેન્ડગ્લોવ્ઝ, હેર કેપ અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. સાથે જ દરેક એકમમાં ભીના અને સૂકા કચરાના અલગ નિકાલ માટે લીલી અને ભૂરી કચરાપેટી રાખવાની પણ ફરજિયાત વ્યવસ્થા કરાઈ છે.

પાલિકાએ ચેતવણી આપી છે કે, ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરનાર હોટેલ, રેસ્ટોરન્ટ અથવા લારી-ગલ્લા સંચાલકો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે તો લાયસન્સ રદ કરવા જેવા આકરા પગલાં પણ ભરવામાં આવશે. સાથે જ મનપાએ તમામ ખાણીપીણીના વ્યવસાયિકો અને નાગરિકોને જાહેર આરોગ્યની સુરક્ષા માટે સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande