પોરબંદરમાં બંધ મકાન માંથી રૂ.42 હજારના કોપર વાયરની ચોરી.
પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં એમ.જી. રોડ પર ઇન્ડુસીન બેંક સામે આવેલા મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.ફરિયાદી મિતેષ અમૃતલાલ જોષીના મકાનમાં અજાણ્યો ચોર સીડી રૂમના ગેપ માંથી કોઇ રીતે અંદર પ્રવેશ્યો હતો. ત
પોરબંદરમાં  બંધ મકાન માંથી રૂ.42 હજારના કોપર વાયરની ચોરી.


પોરબંદર, 27 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના

ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં એમ.જી. રોડ પર ઇન્ડુસીન બેંક સામે આવેલા મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.ફરિયાદી મિતેષ અમૃતલાલ જોષીના મકાનમાં અજાણ્યો ચોર સીડી રૂમના ગેપ માંથી કોઇ રીતે અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ મકાનના ઉપરના બે રૂમમાં ઘૂસી રૂમમાં રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક વાયરનાં બંડલ પર હાથ સાફ કરી ફરાર થઇ ગયો હતો.ફરિયાદ મુજબ ચોરે RR કંપનીના 4 SQ MM સુપરેક્સ સિંગલકોર ઇલેક્ટ્રિક કોપર વાયરનાં બે બંડલ માંથી એક બંડલની કિંમત આશરે રૂ.13,338 અને બીજા બંડલની કિંમત આશરે રૂ.26,777 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત 2.5 SQ MMના કોપર વાયરનું એક બંડલ, જેની કિંમત આશરે રૂ.8,675 હતી, તે પણ ચોરાયું હતું.ચોરે 1 SQ MMના 180 મીટરના કોપર વાયરનાં બે બંડલ માંથી એક બંડલ આશરે રૂ.1,745 અને બીજા બંડલની કિંમત આશરે રૂ.3,490 તેમજ 1 SQ MMના 200 મીટરના વાયરનું એક બંડલ, જેની કિંમત આશરે રૂ.3,484 હતી, ચોરી કરી લીધું

હતું.આમ, મકાન માંથી વિવિધ સાઇઝના ઇલેક્ટ્રિક કોપર વાયર સહિત કુલ રૂ.42,426ની કિંમતનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું સામે આવ્યું છે. મકાનમાં ઘૂસેલા અજાણ્યા ચોરે ચોક્કસ કાવતરાથી ઇલેક્ટ્રિક સામાનને નિશાન બનાવ્યો હોવાની આશંકા છે.બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં લગાવાયેલા CCTV કેમેરા તેમજ અન્ય પુરાવાના આધારે તસ્કરની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande