સિદ્ધપુરમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ, બે આરોપી ઝડપાયા
પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.) પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર સરસ્વતી નદીના બ્રિજ પરથી GJ 08 CR 2637 નંબરની હ્યુન્ડાઈ i-10 કારમાંથી પાસ-પરમિટ વગરનો 1200 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂની કિંમત રૂ. 3,27,600, કારની કિંમત રૂ. 4,50,000 અને બે મોબાઈલ ફોનની
સિદ્ધપુરમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ, બે આરોપી ઝડપાયા


પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.)

પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર સરસ્વતી નદીના બ્રિજ પરથી GJ 08 CR 2637 નંબરની હ્યુન્ડાઈ i-10 કારમાંથી પાસ-પરમિટ વગરનો 1200 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂની કિંમત રૂ. 3,27,600, કારની કિંમત રૂ. 4,50,000 અને બે મોબાઈલ ફોનની કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 8,07,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાથી એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બ્રિજ પર વોચ ગોઠવવામાં આવી હતી. કાર રોકીને તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાછડાલ ગામના અંકિતકુમાર ઈશ્વરભાઈ અને સચીનભાઈ પોપટભાઈને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાનના રાણીવાડા તાલુકાના કોટડા ગામના હનુમાનરામ ઢાકા (બિશ્નોઈ) અને દારૂ મંગાવનાર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ખેડા ગામના જસવંતસિંહ બહાદુરસિંહ રાણાની સંડોવણી સામે આવી હતી. બંનેને વોન્ટેડ જાહેર કરી સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande