રાધનપુરમાં LCB ટીમે અરજણસર ગામ નજીક દારૂ ભરેલી પિકઅપ ગાડી ઝડપી પાડી.
પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુરમાં LCB ટીમે અરજણસર ગામ નજીક પાલનપુર-રાધનપુર નેશનલ હાઇવે પરથી દારૂ ભરેલી પિકઅપ ગાડી ઝડપી પાડી હતી. GJ-18-AZ-6913 નંબરની ગાડીમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 1,272 બોટલ-ટીન મળી આવી હતી. પોલીસને દારૂની હેરા
રાધનપુરમાં LCB ટીમે અરજણસર ગામ નજીક દારૂ ભરેલી પિકઅપ ગાડી ઝડપી પાડી.


પાટણ, 30 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુરમાં LCB ટીમે અરજણસર ગામ નજીક પાલનપુર-રાધનપુર નેશનલ હાઇવે પરથી દારૂ ભરેલી પિકઅપ ગાડી ઝડપી પાડી હતી. GJ-18-AZ-6913 નંબરની ગાડીમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 1,272 બોટલ-ટીન મળી આવી હતી.

પોલીસને દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા અરજણસર નજીક વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ પિકઅપને રોકી તલાશી લેતા પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 3,38,400 જ્યારે હેરાફેરીમાં વપરાયેલી પિકઅપની કિંમત રૂ. 7 લાખ આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 10,38,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પિકઅપ ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂના રેકેટમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે LCBની વધુ તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande