રહેણાંક વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદે હોટફિક્સ એકમો સામે મનપાની કડક કાર્યવાહી
સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેરના રહેણાંક વિસ્તારોમાં બેરોકટોક રીતે ચાલી રહેલા ગેરકાયદે હોટફિક્સના એકમો સામે આખરે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. રહેણાંક વિસ્તારોમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઉપરાંત હોટફિક્સના પ્લાસ્ટિક કચરાના અયોગ્
પ્લાસ્ટિક કચરા


સુરત, 30 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેરના રહેણાંક વિસ્તારોમાં બેરોકટોક રીતે ચાલી રહેલા ગેરકાયદે હોટફિક્સના એકમો સામે આખરે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. રહેણાંક વિસ્તારોમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ઉપરાંત હોટફિક્સના પ્લાસ્ટિક કચરાના અયોગ્ય નિકાલને કારણે સ્થાનિક રહીશો લાંબા સમયથી પરેશાનીનો સામનો કરી રહ્યા હતા.

સ્થાનિક રહીશો તેમજ શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નહોતો. દરમિયાન, 27 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધના ભાગરૂપે સુરતના મેયર માયા માવાણીના નિવાસસ્થાને હોટફિક્સનો કચરો ઠાલવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

48 કલાકમાં 1500થી વધુ એકમોને નોટિસ

આ વિરોધ બાદ સમગ્ર મામલે મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. મનપા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને માત્ર 48 કલાકની અંદર 1500થી વધુ ગેરકાયદે ખાતાધારકોને નોટિસ ફટકારવામાં આવી છે.

રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે રીતે ચાલતી હોટફિક્સ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ માટે મનપા દ્વારા હવે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. સ્થાનિક રહીશોને આશા છે કે આ કાર્યવાહી માત્ર નોટિસ પૂરતી સીમિત ન રહે અને રહેણાંક વિસ્તારોમાંથી ગેરકાયદે હોટફિક્સ એકમોને દૂર કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande