ભાવનગરમાં કરચલીયા વોર્ડ-04 ખાતે ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક નિહાળન
ભાવનગર,30 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર મહાનગરના કરચલીયા વોર્ડ નંબર-04ના બુથ નંબર-39 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક નિહાળન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી નિમુબેન બામણીયા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં
મન કી બાત કાર્યક્રમ નિહાળતા આગેવાનો


ભાવનગર,30 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર મહાનગરના કરચલીયા વોર્ડ નંબર-04ના બુથ નંબર-39 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક નિહાળન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી નિમુબેન બામણીયા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને નગરજનોએ એકત્ર થઈ વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું.

‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રહિત, જનભાગીદારી, સામાજિક જવાબદારી અને દેશના વિકાસ સાથે જોડાયેલા વિવિધ વિષયો અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. દેશના નાગરિકોની ભાગીદારીથી વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે પણ માર્ગદર્શન મળ્યું હતું.

કાર્યક્રમના સામૂહિક નિહાળન દરમિયાન ઉપસ્થિત સૌએ દેશના વિકાસમાં જનભાગીદારીની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને વિકાસલક્ષી વિચારસરણીને પ્રોત્સાહન મળે તેવો સંદેશ કાર્યક્રમમાંથી મળ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ મેયર નરેન્દ્રભાઈ ચાવડા, કોર્પોરેટર બિંદુબેન પરમાર, રેખાબેન બારૈયા, પૂર્વ કોર્પોરેટર અલકાબેન પટેલ, વોર્ડ પ્રમુખ ચેતનભાઈ બાટીયા, મહામંત્રી ભાવસંગભાઈ પલાણીયા, બુથ પ્રમુખ ગોવિંદભાઈ મકવાણા, પૂર્વ વોર્ડ પ્રમુખ રમણભાઈ સોલંકી સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

‘મન કી બાત’ના સામૂહિક નિહાળનથી લોકોમાં દેશપ્રેમ, જનભાગીદારી અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ વેગ મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande