અમેરિકાની આંતરરાષ્ટ્રીય બ્રાઝિલિયન જી જ્યુ-જિત્સુ સ્પર્ધામાં મહેસાણાના ભાગ્યેશકુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો
મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકાના લોસ એન્જલસ, કેલિફોર્નિયા સ્થિત સેરીટોસ કોલેજ ખાતે નોર્થ અમેરિકન બ્રાઝિલિયન જી જ્યુ-જિત્સુ ફેડરેશન (NABJJ) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિશ્વના વિવિધ દેશોના ખેલાડીઓએ અલગ-અલ
અમેરિકાની આંતરરાષ્ટ્રીય બ્રાઝિલિયન જી જ્યુ-જિત્સુ સ્પર્ધામાં મહેસાણાના ભાગ્યેશકુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો


અમેરિકાની આંતરરાષ્ટ્રીય બ્રાઝિલિયન જી જ્યુ-જિત્સુ સ્પર્ધામાં મહેસાણાના ભાગ્યેશકુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો


મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકાના લોસ એન્જલસ, કેલિફોર્નિયા સ્થિત સેરીટોસ કોલેજ ખાતે નોર્થ અમેરિકન બ્રાઝિલિયન જી જ્યુ-જિત્સુ ફેડરેશન (NABJJ) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિશ્વના વિવિધ દેશોના ખેલાડીઓએ અલગ-અલગ વયજૂથ અને વજન વર્ગમાં ભાગ લઈ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુજરાત અને મહેસાણા જિલ્લાના રહેવાસી પાંચા ભાગ્યેશકુમાર વિનોદભાઈની સમગ્ર ભારતમાંથી એકમાત્ર ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી. ભાગ્યેશકુમારે સ્પર્ધામાં માસ્ટર-30 વયજૂથની GI ઇવેન્ટના 76 કિલોગ્રામ વજન વર્ગમાં ભાગ લીધો હતો.

ભાગ્યેશકુમારે પોતાના દમદાર પ્રદર્શનથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હતું. તેમની આ સિદ્ધિને પગલે મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના રમતપ્રેમીઓમાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

આ સિદ્ધિ બદલ ભાગ્યેશકુમારને પરિવારજનો, મિત્રો, રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવી આગામી સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande