
મહેસાણા, 30 ઓગસ્ટ (હિ.સ.) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાહજિકતા અને લોકો સાથે સરળતાથી જોડાવાની ભાવનાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગર પરત ફરતી વખતે મુખ્યમંત્રીશ્રી અચાનક મેવડ ગામે રોકાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગામના ગ્રામીણ યુવાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી તેમના અભ્યાસ, રોજગાર અને ગામના વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે યુવાનો સાથે બેસીને ચાનો પણ આસ્વાદ માણ્યો હતો.
મુખ્યમંત્રી અચાનક ગામમાં રોકાતા સ્થાનિક યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈ ઔપચારિકતા વિના મુખ્યમંત્રીશ્રીએ યુવાનો સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કરી, તેમની વાતો અને અભિપ્રાયો જાણ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની આ સાહજિક મુલાકાતે સ્થાનિકોમાં પણ ચર્ચા જગાવી હતી. સામાન્ય લોકો અને ખાસ કરીને યુવાનો સાથે સીધો સંવાદ સાધવાની તેમની શૈલીનો આ પ્રસંગ વધુ એક ઉદાહરણ બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR