મહેસાણામાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો, 10,164 બાળકો ફરી શિક્ષણના પ્રવાહમાં જોડાયા
મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણાના સાર્વજનિક વિદ્યા સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ જિલ્લામાં શાળા છોડી ગયેલા અને શિક્ષણથી વંચિત 10,164 બાળકોન
મહેસાણામાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો, 10,164 બાળકો ફરી શિક્ષણના પ્રવાહમાં જોડાયા


મહેસાણા, 29 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણાના સાર્વજનિક વિદ્યા સંકુલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ જિલ્લામાં શાળા છોડી ગયેલા અને શિક્ષણથી વંચિત 10,164 બાળકોને શોધી ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે.

કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ શિક્ષકોની ભૂમિકા અંગે જણાવ્યું કે શિક્ષકોનું કાર્ય માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ સંસ્કારી અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરવાનું પણ છે. બાળકોમાં વ્યસનમુક્ત જીવન, વડીલો પ્રત્યે આદર અને સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

તેમણે કૃષિ ક્ષેત્રમાં રોજગારીની વિશાળ સંભાવનાઓનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને ખેતી તથા આનુષંગિક ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરવા પ્રોત્સાહિત કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.

લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘કન્યા કેળવણી પ્રવેશોત્સવ’ જેવા અભિયાનોની સફળતા અંગે વાત કરી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શરદભાઈ ત્રિવેદીએ અભિયાનની રૂપરેખા રજૂ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande