જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હેલ્મેટ અંગે વ્યાપક જનજાગૃતિ સેમિનારો યોજવા, હેલ્મેટ ડ્રાઈ
જામનગર જિલ્લા કલેકટર


જામનગર, 30 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હેલ્મેટ અંગે વ્યાપક જનજાગૃતિ સેમિનારો યોજવા, હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવા અને શાળાઓમાં બાળકોને નાની વયથી જ ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવા સઘન પ્રચાર-પ્રસાર કરવા સૂચના અપાઈ હતી.

માર્ગ સલામતીને વધુ સુદ્રઢ કરવા હાપા ઓવરબ્રીજ પાસે રમ્બલ સ્ટ્રીપ મૂકવા તેમજ કનસુમરા પાટિયા સાંઢિયા પુલ પર સ્પષ્ટ રોડ માર્કિંગ અને સાઈનેજીસ લગાવવા સંબંધિત વિભાગોને આદેશ અપાયા હતા. આ ઉપરાંત, જિલ્લાના અધિકારક્ષેત્ર હેઠળ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવા અને ‘ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ વર્ષ-2025’ માટે યોગ્ય નોમિનેશન મોકલવા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

શાળા-કોલેજો અને જાહેર સ્થળો પર વિશિષ્ટ કાર્યક્રમો થકી જાગૃતિ વધારવા, જિલ્લા કક્ષાએ વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટને અસરકારક બનાવવા તથા જિલ્લા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અકસ્માત સમયે નાગરિકોની મદદ માટેની ‘રાહવીર યોજના’ અને ‘પી.એમ. રાહત યોજના’ના અમલીકરણની પ્રગતિ ચકાસવાની સાથે સ્વૈચ્છિક સંસ્થા ટ્રેક્સ એસ તથા નયારા એનર્જી દ્વારા રોડ સેફટી અંગે કરાયેલ કામગીરી અને સૂચનો પર વિગતવાર ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, આર.ટી.ઓ. રાહુલ ચૌધરી સહિત રોડ સેફ્ટી કમિટીના વિવિધ વિભાગોના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande