
ભાવનગર 31 ઓગસ્ટ (હિ.સ.) મુસાફરોની વધતી માંગ, મુસાફરીની સુવિધા તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને આગામી સમયગાળામાં પણ સરળ અને સુવિધાજનક રેલ મુસાફરીનો લાભ મળતો રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, લંબાવવામાં આવેલા ફેરાની વિગતો નીચે મુજબ છે
1. ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (09208/09207)
ટ્રેન નંબર 09208 ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન હવે 26 નવેમ્બર, 2026 સુધી કરવામાં આવશે. અગાઉ આ ટ્રેનનું સંચાલન 27 ઓગસ્ટ, 2026 સુધી નિર્ધારિત હતું.
તે જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે 27 નવેમ્બર, 2026 સુધી સંચાલિત થશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 28 ઓગસ્ટ, 2026 સુધી નિર્ધારિત હતું.
2. વેરાવળ–હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ (09203/09204)
ટ્રેન નંબર 09203 વેરાવળ–હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન 20 ઓક્ટોબર, 2026થી 24 નવેમ્બર, 2026 સુધી કરવામાં આવશે. અગાઉ આ ટ્રેનનું સંચાલન 28 જુલાઈ, 2026 સુધી નિર્ધારિત હતું.
તે જ રીતે, ટ્રેન નંબર 09204 હરિદ્વાર–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ હવે 21 ઓક્ટોબર, 2026થી 25 નવેમ્બર, 2026 સુધી સંચાલિત થશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 29 જુલાઈ, 2026 સુધી નિર્ધારિત હતું.
3. ભાવનગર ટર્મિનસ–શકૂર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ (09257/09258)
ટ્રેન નંબર 09257 ભાવનગર ટર્મિનસ–શકૂર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન 16 ઓક્ટોબર, 2026થી 27 નવેમ્બર, 2026 સુધી કરવામાં આવશે. અગાઉ આ ટ્રેનનું સંચાલન 31 જુલાઈ, 2026 સુધી નિર્ધારિત હતું.
તે જ રીતે, ટ્રેન નંબર 09258 શકૂર બસ્તી–ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ હવે 17 ઓક્ટોબર, 2026થી 28 નવેમ્બર, 2026 સુધી સંચાલિત થશે, જ્યારે અગાઉ તેનું સંચાલન 01 ઓગસ્ટ, 2026 સુધી નિર્ધારિત હતું.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેનો આ નિર્ણય મુસાફરોની સુવિધા, વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા તેમજ તહેવારો અને રજાના સમયગાળા દરમિયાન વધારાની ભીડના વધુ સારા વ્યવસ્થાપનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનો માટે ટિકિટનું બુકિંગ 01 સપ્ટેમ્બર, 2026 (મંગળવાર)થી મુસાફર આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચનાની અદ્યતન માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES (NTES) મારફતે મેળવી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ