શિવ સાથે એકાકાર થવાની દિવ્યતા ધરાવતું વિશિષ્ટ સ્થળ, સોમનાથમાં સદાશિવના જોડીયા શિવલિંગો શ્રાવણમાં સાધના માટે શ્રેષ્ઠ
સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ શિવાલય તીર્થમાં શેરીએ-શેરીએ આસપાસનાં વિસ્તારોમાં અનેક નાના -મોટા શિવાલયો આવેલા છે. સોમનાથ મંદિરનાં પાર્કિંગ મધ્યમાં આવેલ સદાશિવનાં બે શિવલિંગો દર્શનીય અને જપ તપ માટેની તીર્થોત્તમ જગ્યા છે. બાર ફૂટ ઊંચા ઓટલા ઉપર બિરાજમ
શિવ સાથે એકાકાર થવાની દિવ્યતા


સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ શિવાલય તીર્થમાં શેરીએ-શેરીએ આસપાસનાં વિસ્તારોમાં અનેક નાના -મોટા શિવાલયો આવેલા છે. સોમનાથ મંદિરનાં પાર્કિંગ મધ્યમાં આવેલ સદાશિવનાં બે શિવલિંગો દર્શનીય અને જપ તપ માટેની તીર્થોત્તમ જગ્યા છે. બાર ફૂટ ઊંચા ઓટલા ઉપર બિરાજમાન આ બે શિવલિંગમાં એક અઢી ફૂટ ઊંચુ છે, તો બીજુ પાંચ ફૂટ ઊંચુ શિવ જળાધારી ઉપર બિરાજમાન આ બે શિવલિંગો માત્ર થોડા અંતરે જ આસપાસ છે તેમની સન્મુખ નંદી અને કાચબો આરસનાં ગોઠવાયેલા છે. જળાધારી દક્ષિણામુખ છે અને તેમાં કરાતો જળાભિષેક સ્વયં વટવૃક્ષ સુધી પહોંચે તેવી વ્યવસ્થા છે.

જગ્યા સંપૂર્ણ એકાંત છે અને પ્રાચીન છે અને માનવ અવર-જવર નહિવત છે પરંતુ સ્થળની દિવ્યતા ભકિતની ચરમસીમા સુધી પહોંચાડે તેવી શક્યતા છે. સોમનાથ સંસ્કૃત પાઠશાળા નિવૃત આચાર્ય પ્રભાસના સોમપુરા બાહ્મણ પંડિત ભગુભાઈ પ્રચ્છક કહે છે આ શિવલિંગો પ્રાચીન કાળથી છે અને યમરાજાએ તેની માતાએ આપેલા શ્રાપની મૂકિત માટે આ સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ભાઈબીજનાં દિવસે તેના દર્શન પૂજન પૂણ્યમય બનાવે છે અને જેનું નામ વ્યોમેશ્વર અને અમરેશ્વર છે. પ્રભાસના લોકો તેની તળપદી ભાષામાં જપેશ્વર તપેશ્વર પણ કહે છે. મંદિર પગથી પાસે વર્ષો જૂનો ઘટાદાર ઘેઘૂર ઋષી મુનિઓની જટાને યાદ આપતો જમીન સાથે જોડાયેલો પ્રકૃતિ પ્રસાદી સમો વડલો અને એ પણ તે જ સ્થળે ત્રણ સ્થળે જમીનથી જોડાયેલો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande