નંદાસણ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપ્યા, રૂ.2.17 લાખનો મુદ્દામાલ કબજે
મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.) નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદરડા સીમમાં આવેલી મેટલ ફોર્જ ઈન્ડિયા કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી રૂ.2,17,500નો મુદ્દામાલ કબજે
નંદાસણ પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપ્યા, રૂ.2.17 લાખનો મુદ્દામાલ કબજે


મહેસાણા, 31 ઓગસ્ટ (હિ.સ.) નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદરડા સીમમાં આવેલી મેટલ ફોર્જ ઈન્ડિયા કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી રૂ.2,17,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

30 ઓગસ્ટના રોજ પોલીસને બાતમી મળી હતી કે ચાંદરડા સીમમાં આવેલી કંપનીમાંથી ચોરી થયેલા ફેબ્રિકેટેડ સ્પુલ લક્ષ્મીપુરા સીમમાં બાવળની ઝાડીમાં એક CNG રિક્ષામાં ભરવામાં આવી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી રાહુલકુમાર ઠાકોર, મોહમદ તારીક ઘાંચી, કનુ રાવળ, રવિ ભીલ અને આકાશ રાવળને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી આશરે 630 કિલોગ્રામ ફેબ્રિકેટેડ સ્પુલ (લોખંડની પાઇપો) કિંમત રૂ.1,57,500, CNG રિક્ષા રૂ.50,000 અને 2 મોબાઇલ ફોન રૂ.10,000 મળી કુલ રૂ.2,17,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 331(4), 305(A) અને 54 મુજબ ગુનો નોંધાયો છે.

આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓ ફુલાભાઈ ઉર્ફે એસ.કે. અને પ્રકાશ ઉર્ફે કાલી ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ નંદાસણ પોલીસની ટીમે કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande