રાજ્ય શાળા સંચાલક મંડળનો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ન બનાવવા શાળાઓને આદેશ
- સરકારી યોજનાઓની નાણાકીય ગ્રાન્ટ મળતી ન હોવાથી ટ્રસ્ટી વહીવટ જ યોગ્ય અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે. આ કમિટીમાં વાલીઓ અને શિક્ષકોને સામેલ કર
State School Governing Body orders schools not to form School Management Committees


- સરકારી યોજનાઓની નાણાકીય ગ્રાન્ટ મળતી ન હોવાથી ટ્રસ્ટી વહીવટ જ યોગ્ય

અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે.

આ કમિટીમાં વાલીઓ અને શિક્ષકોને સામેલ કરવાનો નિયમ છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ, 100 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 12 થી 15, 500 વિદ્યાર્થીઓ સુધી 15 થી 20 અને 500થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 20 થી 25 સભ્યો રાખવાના રહે છે. આ કમિટીમાં 70% વાલીઓ અને 50% મહિલાઓની ભાગીદારી નક્કી કરવામાં આવી છે.

ગ્રાન્ટેડ શાળાઓને પણ આ નિયમમાં સાંકળી લેવાતાં રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મહામંડળે ગ્રાન્ટેડ શાળાઓને એસએમસીમાંથી બાકાત રાખવા શિક્ષણમંત્રી સુધી રજૂઆત કરી હતી. તેમ છતાં સરકારે આ નિયમ ફરજિયાત રાખતાં, મહામંડળે તમામ ગ્રાન્ટેડ શાળાઓને એસએમસી કમિટી ન બનાવવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે.

ગ્રાન્ટેડ શાળાઓ નોંધાયેલી સંસ્થાઓ છે, જ્યાં નિયમ મુજબ ટ્રસ્ટીઓ અને કમિટી સભ્યો જ શાળાનો આર્થિક અને સામાજિક વહીવટ સંભાળે છે. શાળા સંચાલકોનું માનવું છે કે એસએમસી ની અલગ રચના કરવાથી દ્વિમુખી વહીવટી પદ્ધતિ ઊભી થશે, જેનાથી અલગ-અલગ જૂથો વચ્ચે મતભેદ અને ઝઘડા પેદા થશે. તેથી, જો સરકાર વિગતો માગે તો SMC ની જગ્યાએ ટ્રસ્ટીઓના નામ આપવા જણાવવામાં આવ્યું છે.

મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે સ્પષ્ટ કર્યું કે એસએમસી મુખ્યત્વે ધોરણ 1 થી 8 ની સરકારી પ્રાથમિક શાળાઓ માટે જરૂરી છે, જ્યાં બિલ્ડિંગ, ફર્નિચર, મેન્ટેનન્સ કે સાધનો માટે સરકારી યોજનાઓ હેઠળ નાણાકીય સહાય મળે છે. તે ગ્રાન્ટનો દુરુપયોગ રોકવા વાલીઓ અને પંચાયતના પ્રતિનિધિઓની એસએમસી ઉપયોગી છે. પરંતુ ગ્રાન્ટેડ શાળાઓને કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી આવી કોઈ યોજનાકીય ગ્રાન્ટ મળતી નથી, જેથી ત્યાં આ સમિતિની કોઈ આવશ્યકતા નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande