મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવક શરૂ, ખેડૂતોમાં ખુશી
ભાવનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવકનો પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં મગફળીનો પાક તૈયાર થતાં ખેડૂતો પોતાની ઉપજનું વેચાણ કરવા માટે યાર્ડમાં મગફળી લઈને પહોંચી ર
મહુવા માર્કેટિંગ યાર્ડ મગફળી


ભાવનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નવી આવકનો પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં મગફળીનો પાક તૈયાર થતાં ખેડૂતો પોતાની ઉપજનું વેચાણ કરવા માટે યાર્ડમાં મગફળી લઈને પહોંચી રહ્યા છે. આજે મગફળીની સંતોષકારક આવક નોંધાઈ હતી અને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

ચોમાસાની ઋતુમાં મગફળીના વાવેતર તરફ ખેડૂતોનો ઝોક વધ્યો છે. નવી જંગી મગફળીના વેચાણ માટે ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડમાં પોતાની ઉપજ લાવી રહ્યા છે. મગફળીની આવક શરૂ થતાં ખેતરોમાં પણ પાકની તૈયારીઓ અને લણણીની કામગીરીમાં તેજી આવી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 200 થેલા મગફળીની આવક નોંધાઈ હતી. મગફળીના હરરાજીમાં પ્રતિ 20 કિલોના ભાવ રૂ.1,200થી રૂ.1,250 સુધી બોલાયા હતા. હાલ યાર્ડમાં આવતી મગફળીમાં ભેજનું પ્રમાણ જોવા મળતું હોવાથી ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા હોવાનું જાણવા મળે છે.

મગફળીની નવી આવક શરૂ થતાં આગામી દિવસોમાં યાર્ડમાં આવક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં અનેક વિસ્તારોમાં ખેડૂતો મગફળીના પાકની લણણી કરી રહ્યા છે અને તૈયાર થયેલી ઉપજને વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લાવવાની શરૂઆત કરી છે.

ખેડૂતોને તેમની મહેનત અને ઉત્પાદનના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળે તેવી આશા છે. આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થવાની સાથે બજારમાં ભાવનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. નવી મગફળીની આવકને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોની ચહલપહલ પણ વધવાની સંભાવના છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande